શેલ્ટને સતત બીજી વખત જીત્યો કેનેડિયન ઓપન, નકાશિમાને હરાવી રચ્યો ઇતિહાસ
મોન્ટ્રિયાલ, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકાના બેન શેલ્ટને ગુરુવારે રાત્રે પોતાના જ દેશના બ્રેન્ડન નકાશિમાને 6-3, 7-6(4)થી હરાવીને સતત બીજી વખત કેનેડિયન ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો. શેલ્ટનનો આ બીજો માસ્ટર્સ 1000 ખિતાબ અને કારકિર્દીનો સાતમો એ
અમેરિકાના ખેલાડી બેન શેલ્ટન


મોન્ટ્રિયાલ, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકાના બેન શેલ્ટને ગુરુવારે રાત્રે પોતાના જ દેશના બ્રેન્ડન નકાશિમાને 6-3, 7-6(4)થી હરાવીને સતત બીજી વખત કેનેડિયન ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો. શેલ્ટનનો આ બીજો માસ્ટર્સ 1000 ખિતાબ અને કારકિર્દીનો સાતમો એટીપી ખિતાબ છે.

બે અમેરિકી ખેલાડીઓ વચ્ચે રમાયેલો આ ફાઇનલ માસ્ટર્સ 1000 સ્તરે 2003માં સિનસિનાટી ખાતે એન્ડી રોડિક અને માર્ડી ફિશ વચ્ચે રમાયેલા ફાઇનલ બાદનો પહેલો ઓલ-અમેરિકન ફાઇનલ હતો. આ જીત અમેરિકી પુરુષ ટેનિસ માટે પણ ઉત્સાહજનક સંકેત છે, કારણ કે યુએસ ઓપનમાં 2003માં રોડિકની જીત બાદથી કોઈ અમેરિકી પુરુષ ખેલાડી એકલ ખિતાબ જીતી શક્યો નથી.

ખરાબ સમયગાળા બાદ શેલ્ટનની શાનદાર વાપસી

શેલ્ટન કેનેડા પહોંચતા પહેલાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ વિમ્બલડનમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા, જ્યારે ફ્રેન્ચ ઓપનમાં તેમને બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સત્રના પહેલા ચાર માસ્ટર્સ 1000 ટૂર્નામેન્ટમાં તેઓ માત્ર એક જ મુકાબલો જીતી શક્યા હતા.

તેમ છતાં, કેનેડાની હાર્ડ કોર્ટ પર શેલ્ટને જોરદાર વાપસી કરી અને સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ખિતાબ પોતાના નામે કર્યો.

શેલ્ટને કહ્યું, “આ સપ્તાહે મેં જે રીતે રમ્યો અને એક પણ સેટ ગુમાવ્યા વિના આ ડ્રૉમાંથી આગળ વધ્યો, તે હું જે મહેનત કરી રહ્યો છું તેનું પ્રતિબિંબ છે. તે મારી માનસિક મજબૂતીને પણ દર્શાવે છે.”

તેમણે કહ્યું, “આ વર્ષ મારા માટે સરળ કે સીધું રહ્યું નથી. આવા પ્રદર્શન સાથે મારા સર્વોત્તમ સ્તરે રમવું મારા માટે અત્યંત ખાસ છે. તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.”

પહેલા સેટમાં શેલ્ટનનો દબદબો

પાંચમી ક્રમાંકિત શેલ્ટને પહેલા સેટમાં નકાશિમાની બીજી સર્વિસને સતત નિશાન બનાવી. બંને ખેલાડીઓએ 3-3 સુધી પોતાની સર્વિસ જાળવી રાખી, પરંતુ ત્યારબાદ શેલ્ટને નકાશિમાની બીજી સર્વિસ પર શાનદાર ફોરહેન્ડ રિટર્ન લગાવી 4-3ની સરસાઈ મેળવી લીધી.

ત્યારબાદ તેમણે નકાશિમાની નબળી પડતી ફોરહેન્ડનો લાભ લેતાં ફરી બ્રેક મેળવ્યો અને પહેલો સેટ 6-3થી પોતાના નામે કર્યો.

ટાઈબ્રેકમાં નકાશિમાને પાછળ છોડ્યો

પહેલી વાર માસ્ટર્સ 1000 ફાઇનલ રમતા નકાશિમાએ બીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને શેલ્ટનને ટાઈબ્રેક સુધી લઈ ગયા. જોકે, શેલ્ટને ટાઈબ્રેકમાં શરૂઆતમાં જ મિની બ્રેક મેળવી સરસાઈ બનાવી લીધી.

ત્યારબાદ શાનદાર ફોરહેન્ડ વિજેતા સાથે તેમણે 7-6(4)થી સેટ અને મુકાબલો પોતાના નામે કર્યો.

આ જીત સાથે શેલ્ટન 2016માં નોવાક જોકોવિચ બાદ કેનેડિયન ઓપનનો ખિતાબ એક પણ સેટ ગુમાવ્યા વિના જીતનાર પહેલા ખેલાડી બન્યા. સાથે જ તેઓ 2019માં રાફેલ નડાલ બાદ કેનેડિયન ઓપન ખિતાબનું સફળતાપૂર્વક બચાવ કરનાર પહેલા ખેલાડી પણ બન્યા.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande