ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન 16-17 ઓગસ્ટના રોજ તમિલનાડુના પ્રવાસે જશે
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 16 અને 17 ઓગસ્ટના રોજ તમિલનાડુના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવરુર અને તંજાવુરમાં આયોજિત વિવિધ શૈક્ષણિક, સ્મૃતિ અને સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેશે. ઉપ
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન


નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 16 અને 17 ઓગસ્ટના રોજ તમિલનાડુના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવરુર અને તંજાવુરમાં આયોજિત વિવિધ શૈક્ષણિક, સ્મૃતિ અને સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેશે.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ 16 ઓગસ્ટના રોજ ચેંગલપટ્ટુના કટ્ટનકુલથુર સ્થિત એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (એસઆરએમઆઈએસટી)ના 22મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ચેન્નઈના ટી. નગર સ્થિત વાણી મહેલમાં નાગાલેન્ડ, મણિપુર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ લા. ગણેશનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

આ જ દિવસે તેઓ ચેન્નઈના ડી.જી. વૈષ્ણવ કૉલેજ સભાગૃહમાં હિંદુ મુન્નાનીના સ્થાપક દિવંગત કે. રામગોપાલનના વિચારો અને લેખો પર આધારિત પુસ્તક 'ઇકોઝ ઑફ એ નેશનાલિસ્ટ માઇન્ડ'ના વિમોચન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ 17 ઓગસ્ટના રોજ તિરુવરુરમાં તમિલનાડુ કેન્દ્રીય યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ તંજાવુરમાં સાસ્ત્રા ડીમ્ડ યુનિવર્સિટીના રજત અને રૂબી જયંતિ સમાપન સમારોહમાં ભાગ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande