
- સેના, નૌસેના અને વાયુસેનાના જવાનો તથા 'મેરા ભારત'ના સ્વયંસેવકોએ ભાગ લીધો
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશની આઝાદીનો 80મો જશ્ન મનાવવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં સેના, નૌસેના અને વાયુસેનાના જવાનો તથા 'મેરા ભારત'ના સ્વયંસેવકો સહિત કુલ 2,500 છોકરા અને છોકરીઓએ ભાગ લીધો. આ બધા જ્ઞાનપથ પર લાલ કિલ્લાની પ્રાચીર સામે બેઠા અને 'વંદે માતરમ'ની આકૃતિ બનાવી. સમારોહની થીમ 'વિકસિત ભારત @2047' પ્રદર્શિત કરવા માટે જ્ઞાનપથ પર વિશેષ દૃશ્ય અવરોધકો પણ લગાવવામાં આવ્યા.
આ વર્ષે લાલ કિલ્લા પર યોજાયેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં, દેશના વિવિધ ક્ષેત્રોમાંથી લગભગ 5,000 વિશેષ અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમાં સમાજના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા લોકો સામેલ થયા. દિલ્હીની સરકારી શાળાઓમાં આયોજિત વિવિધ પ્રશ્નોત્તરી અને સ્પર્ધાઓના વિદ્યાર્થીઓ પણ આ ભવ્ય સમારોહ જોવા માટે પહોંચ્યા. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પરંપરાગત વેશભૂષા પહેરેલા 1,500થી વધુ લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા. કુલ 200 સ્વયંસેવકોએ પોલીસકર્મીઓ સાથે મળીને મુલાકાતીઓને તેમના નિર્ધારિત ઘેરા સુધી પહોંચવામાં મદદ કરી. આમાં એનસીસી અને 'મેરા ભારત'ના 100-100 સ્વયંસેવકો હતા. લાલ કિલ્લા તરફ જતા માર્ગ પર આ સ્વયંસેવકોની તૈનાતી રહી.
આ વર્ષના આમંત્રણ પત્ર પર 'સેવા તીર્થ' અને 'ધર્મ ચક્ર'ની ઝલક રજૂ કરવામાં આવી હતી. વીઆઈપી સંસ્કૃતિને સમાપ્ત કરવા અને જળ સંરક્ષણના મહત્વને રેખાંકિત કરવાના ઉદ્દેશ્યથી સ્વતંત્રતા દિવસ સમારોહમાં બેસવાની જગ્યાઓના નામ ભારતના મુખ્ય સરોવરોના નામ પર રાખવામાં આવ્યા. આમાં બડખલ, ભીમતાલ, ચંદ્રતાલ, ચિલ્કા, દલપત સાગર, ડિમના, દૂધસાગર, હાફલોંગ, હરિકે, હુસૈન સાગર, કંવર, કાંકરિયા, કોલેરુ, લોકતક, લોનાર, પેંગોંગ ત્સો, પુલિકટ, પુષ્કર, રવીન્દ્ર સરોવર, રામગઢ તાલ, રુદ્રસાગર, સાખ્ય સાગર, શાંતિ સાગર, વેમ્બનાડ અને વુલર તળાવ સામેલ છે.
લાલ કિલ્લા પર રાષ્ટ્રીય કેડેટ કોર (એનસીસી)ના કેડેટ્સ અને 'મેરા ભારત'ના સ્વયંસેવકોએ, કાર્યક્રમ પછી વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. તેનો ઉદ્દેશ્ય સમારોહ સમાપ્ત થયા પછી અને દર્શકો પાછા ફર્યા પછી લાલ કિલ્લા પરિસરમાં વ્યવસ્થિત રીતે કચરાને તરત જ હટાવવાનો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન સંભવિત વરસાદને ધ્યાનમાં રાખીને જળભરાવ અને પાણીના અતિપ્રવાહને રોકવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં જળ નિકાલ તથા સીવેજ વ્યવસ્થાની સંપૂર્ણ સફાઈ અને આવશ્યક જાળવણી કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ