સૂર્યોદયના માર્ગ પર દુનિયાભરમાં લહેરાયો ત્રિરંગો, ‘સૂર્યપથ ત્રિરંગા’ વૈશ્વિક રિલેની શરૂઆત
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે ત્રિરંગાએ સૂર્યોદયના માર્ગનું અનુસરણ કરતા દુનિયાનો પ્રવાસ કર્યો. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ‘સૂર્યપથ ત્રિરંગા’ વૈશ્વિક રિલે હેઠળ દુનિયાના અલગ-અલગ સમય ક્ષેત્રોમાં સ્થિત ભારતી
ૂગીોલુો


નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે ત્રિરંગાએ સૂર્યોદયના માર્ગનું અનુસરણ કરતા દુનિયાનો પ્રવાસ કર્યો. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ‘સૂર્યપથ ત્રિરંગા’ વૈશ્વિક રિલે હેઠળ દુનિયાના અલગ-અલગ સમય ક્ષેત્રોમાં સ્થિત ભારતીય મિશનો અને પોસ્ટ પર ક્રમવાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે, આ વૈશ્વિક રિલે ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે 1:30 વાગ્યાથી સવારે 10:30 વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન પૂર્વથી પશ્ચિમ તરફ અલગ-અલગ દેશોમાં સ્થિત 21 ભારતીય મિશનો અને પોસ્ટ પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. આ પહેલ દ્વારા સૂરજની પહેલી કિરણ સાથે દુનિયાના એક હિસ્સાથી બીજા હિસ્સા સુધી ત્રિરંગાની યાત્રાને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવી.

‘સૂર્યપથ ત્રિરંગા’ હેઠળ નિર્ધારિત ભારતીય મિશનો અને પોસ્ટ પર સ્થાનિક સમય અનુસાર સૂર્યોદય સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. એક સ્થળે ધ્વજારોહણ પછી આગામી પશ્ચિમી મિશન કે પોસ્ટ પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. આ રીતે સમય ક્ષેત્રોના અંતર વચ્ચે ત્રિરંગાની એક નિરંતર વૈશ્વિક યાત્રાનું દૃશ્ય સામે આવ્યું.

મંત્રાલય અનુસાર, આ પહેલ ‘હર ઘર ત્રિરંગા 2026’ સમારોહનો ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ભારતના સ્વતંત્રતા દિવસના ઉત્સવને ભૌગોલિક સીમાઓથી આગળ લઈ જવાનો અને દુનિયાભરમાં રહેતા ભારતીયો તથા ભારતના મિત્રોને રાષ્ટ્રીય ધ્વજ દ્વારા એક સહિયારી ભાવનાથી જોડવાનો છે.

મંત્રાલયે કહ્યું કે, ‘સૂર્યપથ ત્રિરંગા’ ભારતની એકતા, દેશભક્તિ અને વૈશ્વિક ઉપસ્થિતિનું પ્રતીક છે. દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં સ્થિત ભારતીય મિશન અને પોસ્ટ આ પહેલમાં રાષ્ટ્રીય ભાવનાના દૂત તરીકે સામેલ થયા.

આ પહેલમાં સૂર્યોદય અને સમય ક્ષેત્રોના ક્રમને ત્રિરંગાની યાત્રા સાથે જોડવામાં આવ્યો છે. પૂર્વીય હિસ્સામાં દિવસની પહેલી રોશની સાથે શરૂ થતી આ યાત્રા પશ્ચિમ તરફ આગળ વધે છે અને તેના દ્વારા વિકસિત ભારત, રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો સંદેશ દુનિયાભર સુધી પહોંચાડવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande