
ઋષિકેશ, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) વિષ્ણુગઢ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજના (વીપીએચઇપી) ના ટેલ રેસ ટનલ (ટીઆરટી) માં 1૩ ઓગસ્ટના રોજ થયેલી દુર્ઘટનામાં મૃત શ્રમિકોના પરિવારજનો અને ઘાયલો માટે ટીએચડીસી ઇન્ડિયા લિમિટેડે શનિવારે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે.
ટીએચડીસીઆઈએલ અનુસાર, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના નજીકના પરિવારજનને પાંચ લાખ રૂપિયા તથા પ્રત્યેક ઘાયલ શ્રમિકને, એક લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ પ્રદાન કરવામાં આવશે. કંપની પ્રબંધને દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કરતા દિવંગત શ્રમિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્રબંધને જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં ટીએચડીસીઆઈએલ પ્રભાવિત પરિવારો સાથે સંપૂર્ણ સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે ઊભું છે અને તેમને શક્ય તમામ સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નોંધનીય છે કે, વિષ્ણુગઢ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજના ચમોલી જિલ્લામાં અલકનંદા નદી પર નિર્માણાધીન જળ વિદ્યુત પરિયોજના છે. પરિયોજનાના ટેલ રેસ ટનલમાં 1૩ ઓગસ્ટના રોજ થયેલી દુર્ઘટના બાદ રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. દુર્ઘટનામાં શ્રમિકોના જાનહાનિની ઘટના બાદ કંપનીએ હવે પ્રભાવિત પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / ડો. રાજેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ