લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં, પહેલી વાર ગુંજ્યું ‘વંદે માતરમ્’.
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) સ્વતંત્રતા દિવસના અવસરે ઐતિહાસિક લાલ કિલ્લા પર આયોજિત થનારા સમારોહમાં પહેલી વાર ‘વંદે માતરમ્’ ગવાયું. ''વંદે માતરમ્'' રચનાના 150 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આ ઐતિહાસિક ક્ષણ જોવા મળી. 80મા સ્વતંત્રતા દિવસ સમારોહના અવસ
ીોેફૂી


નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) સ્વતંત્રતા દિવસના અવસરે ઐતિહાસિક લાલ કિલ્લા પર આયોજિત થનારા સમારોહમાં પહેલી વાર ‘વંદે માતરમ્’ ગવાયું. 'વંદે માતરમ્' રચનાના 150 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આ ઐતિહાસિક ક્ષણ જોવા મળી.

80મા સ્વતંત્રતા દિવસ સમારોહના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, પહેલી વાર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રગીત વંદે માતરમ્નું પૂરું સંસ્કરણ વગાડવામાં આવ્યું. રાષ્ટ્રગીત વંદે માતરમ્ પછી રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 13મી વાર ધ્વજારોહણ કર્યું, જેના પછી રાષ્ટ્રીય ગીત અને પછી રાષ્ટ્રગાનનું ગાન થયું. રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના વારસાના 150 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં, લાલ કિલ્લાની પ્રાચીર પર કરવામાં આવેલી પુષ્પ સજાવટના કેન્દ્રમાં રાષ્ટ્રીય ધ્વજ અને તેની બંને બાજુ હિન્દીમાં ‘વંદે માતરમ્’ લખેલું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande