મને ગર્વ છે કે હું ‘માનસિક નક્સલવાદી’ છું - પી. ચિદમ્બરમ
નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી ‘માનસિક નક્સલવાદીઓ’થી સાવધાન રહેવાની અપીલ પર આજે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમને ગર્વ છે કે તેઓ ‘માનસિક નક્સલ’ છે. નોંધનીય છે કે
પી. ચિદમ્બરમ ની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી ‘માનસિક નક્સલવાદીઓ’થી સાવધાન રહેવાની અપીલ પર આજે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમને ગર્વ છે કે તેઓ ‘માનસિક નક્સલ’ છે.

નોંધનીય છે કે, ગઈકાલે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, દાયકાઓ સુધી સત્તામાં રહેલા આ માનસિક નક્સલવાદીઓ હવે તકની શોધમાં છે અને અરાજકતાના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. આ લોકો સમાજને ખોટા માર્ગે ઘસડવા માટે વિવિધ પ્રકારના દાવપેચ રમી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશને હત્યારા નક્સલવાદીઓને ખતમ કરવામાં સફળતા મળી છે, હવે માનસિક નક્સલવાદીઓને ઓળખીને તેમને અલગ પાડવાની જરૂર છે. ચિદમ્બરમે આજે આ જ અપીલ પર કટાક્ષ કરતા એક્સ પર આ ટિપ્પણી કરી.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande