વડાપ્રધાન મોદી 'સદૈવ અટલ' પહોંચ્યા, પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી; ભાજપ, રક્ષામંત્રી, શાહે પણ યાદ કર્યા
નવી દિલ્હી, 16 ઓગસ્ટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સ્મારક ''સદૈવ અટલ'' પહોંચ્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક્સ હેન્ડલ પર શબ્દ ચિત્ર શેર કરતાં પ્
प्रधानमंत्री नरेन्द्र मोदी की एक्स पोस्ट पर साझा तस्वीर।


भाजपा की एक्स पोस्ट पर साझा तस्वीर।


નવી દિલ્હી, 16 ઓગસ્ટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સ્મારક 'સદૈવ અટલ' પહોંચ્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક્સ હેન્ડલ પર શબ્દ ચિત્ર શેર કરતાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, આજે સવારે 'સદૈવ અટલ' ની મુલાકાત લઈને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. ભારતની પ્રગતિમાં તેમની ભૂમિકા અજોડ છે

અગાઉની પોસ્ટમાં વદડાપ્રધાન મોદીએ કહ્યું હતું, તેઓ એક અસાધારણ રાજનેતા હતા. તેમનું વિઝન અજોડ હતું અને તેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાજપેયીના શબ્દો અને પ્રયાસોએ પેઢીઓને પ્રેરણા આપી હતી અને તેમના નેતૃત્વથી દેશ મજબૂત થયો હતો.

વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેમણે 16 ઓગસ્ટ 2018ના રોજ નવી દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વડાપ્રધાન બનનાર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નેતા છે. વડમાપ્રધાન મોદીએ લખ્યું, અટલજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યો છું. તેઓ નોંધપાત્ર દ્રષ્ટિ ધરાવતા એક અસાધારણ રાજનેતા હતા. તેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું. સુશાસન અને લોક કલ્યાણ પર તેમનો ભાર હંમેશા આપણને માર્ગદર્શન આપશે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પણ તેના સૌથી મોટા નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અટલ બિહારી વાજપેયીને તેમના સત્તાવાર હેન્ડલ પર લખીને યાદ કર્યા, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ, ભારતીય રાજકારણના યુગપુરુષ, અસંખ્ય ભાજપ કાર્યકર્તાઓના માર્ગદર્શક પ્રકાશ અને આપણા પ્રેરણાના સ્ત્રોત

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથે કહ્યું હતું કે, વાજપેયીજીએ જીવનભર 'રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ ની ભાવના સાથે કામ કર્યું હતું. તેમના માટે રાજકારણનો મૂળ હેતુ રાષ્ટ્રીય હિત અને જાહેર સેવા હતો. તેમના નેતૃત્વમાં ભારતે વ્યૂહાત્મક શક્તિ, આર્થિક વિકાસ અને માળખાગત સુવિધાઓમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી. તેમણે દેશને મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવવામાં, વિકાસને નવી દિશા આપવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનું વ્યક્તિત્વ, આદર્શો અને રાષ્ટ્રની સેવા કરવાનો સંકલ્પ હંમેશા આપણને બધાને પ્રેરણા આપશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું, પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સ્થાપક ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર નમન. અટલજી એક દેશભક્ત રાજકારણી હતા જેમણે પોતાના જીવનની દરેક ક્ષણ દેશની સેવામાં સમર્પિત કરી દીધી હતી. એક તરફ તેમણે પરમાણુ પરીક્ષણો અને કારગિલ યુદ્ધમાં ભારતની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી, તો બીજી તરફ તેમની મૂલ્ય આધારિત રાજનીતિએ પ્રથમ વખત અંત્યોદય અને સુશાસનની કલ્પનાને જમીન પર લાવી હતી. અટલજીનું પ્રચંડ વ્યક્તિત્વ અને નેતૃત્વ હંમેશા ભાજપના દરેક કાર્યકર્તાઓને રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર/ મુકુંદ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande