વડાપ્રધાને વિપક્ષી નેતાઓને નહીં, અલગતાવાદ અને પૂર્વોત્તરને અલગ કરનારાઓને કહ્યું ‘દિમાગી નક્સલ’: કિરેન રિજિજુ
નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘દિમાગી નક્સલ’ શબ્દના ઉપયોગ અંગે રવિવારે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, વડાપ્રધાને વિપક્ષી નેતાઓને ‘દિમાગી નક્સલ’ કહ્યા નથી, પરંતુ આ શબ્દ માઓવ
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ


નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘દિમાગી નક્સલ’ શબ્દના ઉપયોગ અંગે રવિવારે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, વડાપ્રધાને વિપક્ષી નેતાઓને ‘દિમાગી નક્સલ’ કહ્યા નથી, પરંતુ આ શબ્દ માઓવાદીઓ, અલગતાવાદીઓ અને ભારતને તોડવાની વિચારધારા ધરાવનારાઓ માટે વાપરવામાં આવ્યો છે.

રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા વડાપ્રધાનના નિવેદનની વ્યાખ્યા કરી. તેમણે કહ્યું કે, માઓવાદને સમર્થન આપનારા, ભારતીય બંધારણને નકારનારા, અલગતાવાદીઓની સાથે ઊભા રહેનારા અને અનુચ્છેદ 370 ને સમર્થન આપનારા લોકો ઉપરાંત પૂર્વોત્તર ભારતને દેશના બાકીના ભાગોથી અલગ કરવાનો પ્રયાસ કરનારાઓને ‘દિમાગી નક્સલ’ કહેવામાં આવ્યા છે.

પોતાની પોસ્ટ સાથે રિજિજુએ શર્જીલ ઇમામના એક જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની વાત કહેવામાં આવી હતી.

વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે આવા લોકોને અલગ પાડવાની જરૂરિયાત જણાવી હતી. આ પછી વિપક્ષી દળોએ દાવો કર્યો હતો કે વડાપ્રધાનનો ઇશારો સરકારની નીતિઓનો વિરોધ કરનારા વિપક્ષી દળો અને નેતાઓ તરફ હતો.

રિજિજુએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, વડાપ્રધાને વિપક્ષી નેતાઓને ‘દિમાગી નક્સલ’ કહ્યા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ શબ્દ એવા લોકો માટે વાપરવામાં આવ્યો છે જેઓ માઓવાદી વિચારધારાને સમર્થન આપે છે, બંધારણને નકારે છે અથવા દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ અલગતાવાદી વિચારો ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande