મહારાષ્ટ્રના કોલાબામાં નૌસૈનિકના ઘરેથી ચાર મૃતદેહ મળી આવતા સનસનાટી
મુંબઈ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). મહારાષ્ટ્રના કોલાબા સ્થિત નેવી નગરમાં ભારતીય નૌકાદળના એક નાવિક, તેમની પત્ની અને બે નાના બાળકો ઘરમાં મૃત હાલતમાં મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ. બાળકોની ઉંમર બે મહિના અને ત્રણ વર્ષ જણાવવામાં આવી છે. નેવીનગર પોલીસે ચાર
નૌસૈનિકના ઘર બહાર તપાસ કરતી પોલીસ


મુંબઈ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). મહારાષ્ટ્રના કોલાબા સ્થિત નેવી નગરમાં ભારતીય નૌકાદળના એક નાવિક, તેમની પત્ની અને બે નાના બાળકો ઘરમાં મૃત હાલતમાં મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ. બાળકોની ઉંમર બે મહિના અને ત્રણ વર્ષ જણાવવામાં આવી છે. નેવીનગર પોલીસે ચારેય મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શનિવારે નેવીનગરમાં આવેલા નેવી ક્વાર્ટરથી એક નાવિક, તેની પત્ની અને બે બાળકોના મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. નાવિકે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બંને બાળકોના મોતની પરિસ્થિતિઓ હજુ સ્પષ્ટ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા છે કે, બાળકોનું મોત ઝેર આપવાથી થયું હોઈ શકે છે. જોકે, મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી ફોરેન્સિક પુરાવા એકત્ર કર્યા છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસકર્તાઓ પરિવારના સભ્યો, પડોશીઓ અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો નોંધી રહ્યા છે, જેથી ઘટના પહેલાની પરિસ્થિતિઓ અને ઘટનાક્રમ જાણી શકાય.

ભારતીય નૌકાદળે આ ઘટનાને દુઃખદ ગણાવતા કહ્યું કે, કોલાબાના નેવી નગરમાં એક નૌસૈનિક પોતાના પરિવાર સાથે 15 ઓગસ્ટના રોજ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા. નૌકાદળે કહ્યું કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને નૌકાદળ તપાસમાં શક્ય તમામ સહયોગ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande