
નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, હંમેશની જેમ આજે સવારે એક્સ પોસ્ટમાં સુભાષિતમ્ શેર કરીને સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિનો બોધ કરાવ્યો. તેમણે કહ્યું, ''સામૂહિક સંકલ્પ અને એકતાની શક્તિથી જ દેશ આગળ વધે છે. આ જ ભાવના ભારતની પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત પાયો છે.''
આ સુભાષિતમ્ છે- ''समानी व आकूतिः समाना हृदयानि वः। समानमस्तु वो मनो यथा वः सुसहासति॥'' સુભાષિતમ્ તરીકે આ શ્લોક ઋગ્વેદ (મંડળ 10, સૂક્ત 191, મંત્ર 4) માંથી લેવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીના એક્સ હેન્ડલ પર આ સુભાષિત નો અર્થ લખવામાં આવ્યો છે, ''આપણા સૌના સંકલ્પો એક સમાન હોવા જોઈએ, આપણા મન એકતાના ભાવથી જોડાયેલા હોવા જોઈએ, જેથી આપણે સૌ પરસ્પર સહયોગ તથા સમાન વ્યવહાર સાથે સમાજની ઉન્નતિ માટે નિરંતર પ્રયાસ કરતા રહીએ.''
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ