દાઠા પોલીસે તલ્લી ગામે જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા, મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનને ગેરકાયદે જુગારની પ્રવૃત્તિ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તલ્લી ગામ વિસ્તારમાં સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે હાર
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનને ગેરકાયદે જુગારની પ્રવૃત્તિ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તલ્લી ગામ વિસ્તારમાં સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો જુગાર રમી રહેલા છ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે આ કાર્યવાહીમાં આનંદભાઈ, જયંતીભાઈ, હિપાભાઈ, રવજીભાઈ, મુન્નાભાઈ અને ભૈયાભાઈ નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીપત્તાના પાનાં તેમજ રૂ. 10,580ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ સામે ગુજરાત જાહેર જુગાર અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાઠા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આવા ગેરકાયદે ધંધા સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં જુગાર, દારૂ અથવા અન્ય કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણ થાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે. લોકોના સહયોગથી સમાજમાં શાંતિ, સુરક્ષા અને કાયદાનું પાલન વધુ અસરકારક રીતે સુનિશ્ચિત કરી શકાય તેમ હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande