પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી, નિમિત્તે મહિલા સ્વરોજગાર અને લોન ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.)પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સ્વરોજગાર અને લોન ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ મહિલા આર્થિક વિકાસ ન
પાટણમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સ્વરોજગાર અને લોન ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું , ૪૩૦ મહિલાઓને રોજગાર-સ્વરોજગાર માર્ગદર્શન


પાટણ, 04 ઓગસ્ટ (હિ.સ.)પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સ્વરોજગાર અને લોન ધિરાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેળામાં ૧૨૬ કંપનીઓ, વિવિધ બેંકો, જિલ્લા રોજગાર કચેરી અને ખાનગી સંસ્થાઓએ ભાગ લીધો હતો.

આ મેળામાં આશરે ૪૩૦ મહિલાઓએ નોંધણી કરાવી રોજગાર, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને લોન સહાય અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. વિવિધ કંપનીઓએ ભરતી પ્રક્રિયા અને ઉપલબ્ધ રોજગારની તકો અંગે માહિતી આપી હતી, જ્યારે બેંક અધિકારીઓએ મહિલાઓને વિવિધ લોન યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ અને પી.એમ. વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નોંધાયેલ તમામ મહિલાઓને માહિતી પુસ્તિકા, આઈ.ઈ.સી. સામગ્રી અને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ મહિલાઓને આત્મનિર્ભર બની સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande