ગામડે ગામડે દિવેલાની કીટનું સહાયના ધોરણે વિતરણ: નશીતપુરમાં ખેડૂતોને માર્ગદર્શન સાથે કીટ અપાઈ
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઓછી કિંમતમાં અને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે ખેડૂતોને સહાયના ધોરણે દિવેલાની
દિવેલા કીટનું વિતરણ કરવામાં આવ્યું


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઓછી કિંમતમાં અને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે ખેડૂતોને સહાયના ધોરણે દિવેલાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવેલાની કીટનું વિતરણ કૃષિ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કીટ મેળવનાર ખેડૂતોને દિવેલાના પાકની યોગ્ય વાવણી, ખાતર વ્યવસ્થાપન, સિંચાઈ, જીવાત અને રોગ નિયંત્રણ સહિત પાકના વૈજ્ઞાનિક સંચાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કીટમાં આપવામાં આવેલા બિયારણનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય તે માટે કૃષિ અધિકારીઓ દ્વારા જરૂરી સમજણ પણ આપવામાં આવી હતી.

અધિકારીઓએ ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ સમયસર વાવેતર, પ્રમાણિત બિયારણનો ઉપયોગ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન વધારી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતોએ પણ સરકારની આ પહેલને આવકારી હતી અને સહાયના ધોરણે મળેલી દિવેલાની કીટ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન મળતું હોવાથી કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી રહી છે. ગામડાં સુધી આવી યોજનાઓ પહોંચતા ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ઉત્પાદન વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande