ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા, ₹22,700નો મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગંગાજળિયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના જુના બંદર રોડ પર વૈશાલી સિનેમા નજીક જાહેરમાં ચ
જુગાર રમતા ઝડપાયેલા આરોપી


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગંગાજળિયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના જુના બંદર રોડ પર વૈશાલી સિનેમા નજીક જાહેરમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરતા ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતો સામાન સહિત કુલ ₹22,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી પકડાયેલા આરોપીઓમાં વિક્રમભાઈ, એજાજ, પ્રવીણભાઈ અને ભરતનો સમાવેશ થાય છે.

દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની સામે ગુજરાત જાહેર જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલને જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં જાહેરમાં જુગાર, દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કૃત્યોમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. ઉપરાંત નાગરિકોને પણ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે અંકુશ મૂકી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande