ભાવનગર જિલ્લાની મુલાકાતે જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર: મહિલા સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાને આપ્યું પ્રોત્સાહન
ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (જી.એલ.પી.સી.)ના મેનેજિંગ ડિરેક્ટર પ્રશસ્તિ પારીક (IAS)એ ભાવનગર જિલ્લાની મુલાકાત લઈને મહિલા સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાની વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે વલ્લભીપુર
મેનેજિંગ ડિરેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી


ભાવનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (જી.એલ.પી.સી.)ના મેનેજિંગ ડિરેક્ટર પ્રશસ્તિ પારીક (IAS)એ ભાવનગર જિલ્લાની મુલાકાત લઈને મહિલા સશક્તિકરણ અને ટકાઉ આજીવિકાની વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે વલ્લભીપુર તાલુકાના પાટણા ગામે સ્વસહાય જૂથો (SHG), ગ્રામ સંગઠન, ક્લસ્ટર લેવલ ફેડરેશન (CLF) તથા પ્રોડ્યુસર ગ્રુપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે મહિલાઓ સાથે સીધો સંવાદ યોજાયો હતો, જેમાં આજીવિકા આધારિત પ્રવૃત્તિઓ, ડિજિટલ માર્કેટિંગ, કેશ ક્રેડિટ સુવિધા, ગ્રામ હાટ અને સ્વરોજગારીના નવા અવસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વધુ વ્યાપક બજાર મળે અને તેમની આવકમાં વધારો થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મહુવા તાલુકામાં ખાખરા ઉત્પાદન એકમ, અથાણાં બનાવતી મહિલા સંસ્થાઓ, વુડન ટોયઝ ઉત્પાદન કેન્દ્ર, સોલાર ખાદી યુનિટ તેમજ ટેસ્ટિંગ લેબોરેટરીની મુલાકાત લેવામાં આવી હતી. વિવિધ એકમોમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતી ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા જાળવણી અને માર્કેટિંગ અંગે માહિતી મેળવી તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

મુલાકાતના અંતે જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ યોજનાઓની કામગીરી, પ્રગતિ અને લક્ષ્યાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પ્રશસ્તિ પારીકે તમામ લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, સ્વસહાય જૂથોને વધુ મજબૂત બનાવવા અને મહિલાઓની આવકમાં સતત વધારો થાય તે માટે અસરકારક આયોજન સાથે કાર્ય કરવાની સૂચનાઓ આપી હતી. આ મુલાકાત મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામ વિકાસને વધુ ગતિ આપનારી સાબિત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande