વેરાવળ સોમનાથ થી બાબા અમરનાથના દર્શનાર્થે પગપાળા ગયેલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 02 ઓગસ્ટ (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજના ત્રણ યુવાનો પગપાળા વેરાવળ સોમનાથ થી જમ્મુ કાશ્મીરમાં આવેલ બાબા અમરનાથ ના દર્શનાર્થે ગયા હતા. તેને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુકુહાડા દ્વારા મોઢું
પગપાળા વેરાવળ સોમનાથ થી જમ્મુ કાશ્મીરમાં આવેલ બાબા અમરનાથ ના  દર્શનાર્થે


ગીર સોમનાથ, 02 ઓગસ્ટ (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજના ત્રણ યુવાનો પગપાળા વેરાવળ સોમનાથ થી જમ્મુ કાશ્મીરમાં આવેલ બાબા અમરનાથ ના દર્શનાર્થે ગયા હતા. તેને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુકુહાડા દ્વારા મોઢું મીઠુ કરી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વેરાવળ ખારવા સમાજના ત્રણને યુવાનો ચિરાગ ચોરવાડી, રામેશ્વર ભાઈ માલમડી, શિવમભાઈ વધાવી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી બાબા અમરનાથ ના દર્શન કરવા પદયાત્રાએ નીક્ળા હતા અને સતત 75 દિવસ સુધી ૨૫૦૦ કિલોમીટર સતત ચાલીને ખારવા સમાજના આ ત્રણ યુવાનો જમ્મુ કાશ્મીરમાં આવેલ બાબા અમરનાથની ગુફાએ પહોંચ્યો હતા. ત્યાં તેણે બાબા અમરનાથ ના દર્શન કરી ભાવવિભોર થયો હતા.

આ પ્રસંગ વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ હોડી એસોસિયેશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande