તાલાલા ખેતિવાડી શાખા દ્વારા ખેડૂતોને સબસીડી દરે સોયાબીન
ગીર સોમનાથ, 02 ઓગસ્ટ (હિ.સ.) : સરકારની તેલીબીયા યોજના અને એન.એમ.ઈ.ઓ યોજના અંતર્ગત તાલાલા શહેર તથા તાલુકાનાં ગામના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલમાં બિયારણ માટે ઓનલાઈન અરજી કરેલા ૬૧૦ ખેડૂતોને તાલાલા ખેતિવાડી શાખા દ્વારા સોયાબીન નું સબસીડી ના દરે સર્ટીફાઈડ
તાલાલા ખેતિવાડી શાખા દ્વારા ખેડૂતોને સબસીડી દરે સોયાબીન


ગીર સોમનાથ, 02 ઓગસ્ટ (હિ.સ.) : સરકારની તેલીબીયા યોજના અને એન.એમ.ઈ.ઓ યોજના અંતર્ગત તાલાલા શહેર તથા તાલુકાનાં ગામના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલમાં બિયારણ માટે ઓનલાઈન અરજી કરેલા ૬૧૦ ખેડૂતોને તાલાલા ખેતિવાડી શાખા દ્વારા સોયાબીન નું સબસીડી ના દરે સર્ટીફાઈડ બિયારણ નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખેડૂતોની જમીનમાં ફળદ્રુપતાનું પ્રમાણ વધારવા માટે જમીનમાં રહેલી ઉણપ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવા ખેડૂતો પાસેથી ખેતરની માટીના નમૂના લઈ જમીનના પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ઉત્પાદન ખર્ચ ઓછો આવે અને મબલખ ઉત્પાદન માટે જમીનની પૃથક્કરણ ની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોને ખુબજ લાભ પ્રાપ્ત થશે. ખેતિવાડી વિભાગ દ્વારા બજાર કિંમત થી સસ્તું અને સર્ટીફાઈડ બિયારણ વિતરણ સહિત ખેડૂતલક્ષી કામગીરીથી ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande