અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સર ધરાવતા વાહનો સામે, અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીરસોમનાથ02 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સરવાળા વાહનો ધ્વનિ પ્રદુષણ કરતા હોય, જે ડામવા સારુ અસરકારક ટ્રાફીક ડ્રાઇવ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ સાત દિવસની ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોય
અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સર ધરાવતા વાહનો


ગીરસોમનાથ02 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સરવાળા વાહનો ધ્વનિ પ્રદુષણ કરતા હોય, જે ડામવા સારુ અસરકારક ટ્રાફીક ડ્રાઇવ કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ સાત દિવસની ટ્રાફીક ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોય. જેમા જિલ્લા ટ્રાફીક શાખાની ટીમ દ્વારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમા જુદી જુદી ટીમો બનાવી જાહેર માર્ગ પર ચાલતા વાહનોમા અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સર લગાડી અને વાહન ચલાવી ધ્વનિ પ્રદુષણ કરી અને ટ્રાફીકના નિયમોનુ ઉલ્લંઘન કરતા હોય, જે વાહનચાલકો વિરુધ્ધમા મોટર વ્હીકલ એક્ટ,૧૯૮૮ કલમ ૨૦૭ મુજબ અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સર લગાડેલ વાહનો ડીટેઇન કરવામા આવેલ. અને આવા તમામ વાહનોમાથી મોડીફાઇડ સાયલેન્સરો દુર કરવામા આવેલ. જેમા કુલ ૨૭ વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ. અને દંડ રૂ.૮૪,૩૦૦/- વસુલ કરવામા આવેલ.

તેમજ મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ કલમ ૧૯૦(૨) મુજબ જે કોઇ વ્યકિત માગૅ સલામતી અવાજનુ નિયંત્રણ અને હવા પ્રદૂષણના સબંધમાં ઠરાવેલા ધોરણોનુ ભંગ કરીને કોઇ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવે અથવા ચલાવડાવે અથવા ચલાવવા દે તે પ્રથમ ગુના માટે દશ હજાર રૂપિયા સુધીના દંડ અને ત્રણ માસ માટેની શિક્ષા અથવા બંનેને પાત્ર થશે. અને ભવિષ્યમા અવાર નવાર ડ્રાઇવનુ આયોજન કરી અનઅધિકૃત મોડીફાઇડ સાયલેન્સર લગાડી ધ્વનિ પ્રદુષણ કરતા વાહનચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande