જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના ઐતિહાસિક વિધેયકને, ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓનો આવકાર
ગીર સોમનાથ, 02 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના યુવાનોના પરિશ્રમને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી - વિદ્યાર્થીઓનો પ્રતિભાવ. દેશમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ''જાહેર પરીક્
ઐતિહાસિક વિધેયકને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓનો આવકાર


ગીર સોમનાથ, 02 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથના યુવાનોના પરિશ્રમને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી - વિદ્યાર્થીઓનો પ્રતિભાવ.

દેશમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 'જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોના નિવારણ) સુધારા વિધેયક'ને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓએ આવકાર્યું હતું.

જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિ અટકાવવા માટે 'જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક'ની મંજૂરીથી વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી છે અને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના ઐતિહાસિક વિધેયકને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓએ આવકાર્યું હતું અને પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા માટે સંસદમાં પસાર કરાયેલા બિલથી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા લાખો મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને પરીક્ષાઓ વધુ પારદર્શી બનશે એવી લાગણી વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande