પ્રશ્નાવડા ગામે ગૌ રાષ્ટ્ર યાત્રાનું ભવ્ય સ્વાગત, ગૌ આધારિત ભારતના પુનર્નિર્માણનો સંદેશ
ગીર સોમનાથ 02 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે આજે ગૌ રાષ્ટ્ર યાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી, ગ્રામ વિકાસ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાના સંદેશ સા
પ્રશ્નાવડા ગામે ગૌ રાષ્ટ્ર યાત્રાનું ભવ્ય સ્વાગત,


ગીર સોમનાથ 02 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે આજે ગૌ રાષ્ટ્ર યાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી, ગ્રામ વિકાસ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાના સંદેશ સાથે નીકળેલી આ યાત્રાએ ગામમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જ્યો હતો.

ગૌ રાષ્ટ્ર યાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નહીં પરંતુ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટેનું ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અભિયાન છે. યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતાનું રક્ષણ અને સંવર્ધન, પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવું, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું તેમજ ગાય આધારિત આત્મનિર્ભર ગ્રામ વિકાસ અંગે જનજાગૃતિ લાવવાનો છે.

આ યાત્રાના સંયોજક ભરતસિંહ રાજપુરોહિત (પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા – AWARI) તથા ચિરાગભાઈ બારડ (ગૌશાળા, ઇન્દ્રોઈ – વેરાવળ) અને તેમની ટીમ દ્વારા ગામલોકોને ગૌ સેવા, ગૌ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી અને ગૌવંશ આધારિત ગ્રામિણ અર્થવ્યવસ્થાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગૌ આધારિત જીવનપદ્ધતિ માત્ર કૃષિ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર ગ્રામ વિકાસ માટે પણ અત્યંત ઉપયોગી છે.

ભરતસિંહ રાજપોહિત એ ગૌ રાષ્ટ્ર યાત્રા વિશે જણાવતા કહ્યું કે, આજના ભૌતિકવાદ યુગમાં આપણે જયારે આધુનિકતા તરફ દોડી રહ્યા છીએ ત્યારે ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વ ગૌમાતાની સેવાના સિદ્ધાંતોથી દુર થતા જઈ રહ્યા છીએ. ગાય માત્ર ધાર્મિક અસ્થા નહિ, પણ ભારતના ગામડાઓ માટે આર્થિક નહિ પણ ભારતના ગામડાઓમાં માટે આર્થિક, પર્યાવરણ અને સામાજિક સમૃદ્ધિ પણ પ્રતિક રહી છે.

સોમનાથથી કામાખ્યા સુધી નીકળેલી આ ગૌ રાષ્ટ્ર યાત્રા, જ્યારે પ્રશ્નાવડા ગામે પહોંચી ત્યારે ગ્રામજનો, યુવાનો અને ગૌપ્રેમીઓએ ઉત્સાહભેર યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. ગામમાં યાત્રાને લઈને ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ગૌમાતાના રક્ષણ, ગૌ આધારિત ખેતીના પ્રચાર, ગ્રામ વિકાસમાં જનભાગીદારી તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આગામી પેઢી સુધી પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી.

પ્રશ્નાવડા ગામમાં યોજાયેલા આ ભવ્ય સ્વાગત કાર્યક્રમથી ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત આત્મનિર્ભર ભારતના સંદેશને નવી દિશા મળી હોવાનું ઉપસ્થિતોએ વ્યક્ત કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande