સૈયદ રાજપરા ખાતે ટી.બી. સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરાયું ,
-સાગરખેડૂઓ અને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે, નિઃશુલ્ક ટીબી સ્ક્રીનિંગ, એક્સ-રે અને ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયો ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા સમુદાયને ટી.બી
સૈયદ રાજપરા ખાતે ટી.બી. સ્ક્રીનિંગ


-સાગરખેડૂઓ અને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે, નિઃશુલ્ક ટીબી સ્ક્રીનિંગ, એક્સ-રે અને ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયો

ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા સમુદાયને ટી.બી. માટે અતિ સંવેદનશીલ સમુદાય તરીકે આવરી લઈ છેવાડાના માનવીની આરોગ્ય સુવિધાની દરકાર કરતા સૈયદ રાજપરા ખાતે ટી.બી. સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનના ભાગરૂપે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સૈયદ રાજપરા ખાતે સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો માટે નિઃશુલ્ક ટી.બી. સ્ક્રીનિંગ, ડિજિટલ ચેસ્ટ X-Ray, HIV તથા ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં ૧૦૦ થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. ટી.બી.ના લક્ષણો ધરાવતા તેમજ જોખમ ધરાવતા લાભાર્થીઓની આરોગ્ય તપાસ સાથે નિઃશુલ્ક ડિજિટલ ચેસ્ટ X-Ray કરવામાં આવ્યાં હતાં તેમજ જરૂરી દર્દીઓના લાળના નમૂનાઓ ટી.બી. નિદાન માટે એકત્રિત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત HIV અને ડાયાબિટીસની નિઃશુલ્ક તપાસ પણ કરવામાં આવી હતી.

આ અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા સમુદાયમાં ટી.બી.નું વહેલું નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ HIV અને ડાયાબિટીસ જેવા સહ-રોગોનું પણ સમયસર નિદાન કરી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.

બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ, સતત તાવ, વજનમાં ઘટાડો, રાત્રે વધુ પરસેવો આવવો જેવા ટી.બી.ના લક્ષણો જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક તપાસ કરાવવાની આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ઉના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાત્તર, નવાબંદરના મેડિકલ ઓફિસર, સૈયદરાજપરા માછીમારી સમાજના આગેવાન પ્રકાશભાઈ બામણીયા, જિલ્લા ક્ષય કેન્દ્રના તૌસીફભાઈ, મેણશીભાઈ, તાલુકા ટી.બી. યુનિટના રવિભાઈ, ICTC ઉનાના લેબોરેટરી ટેક્નિશિયન (L.T.) અને કાઉન્સેલર તેમજ સૈયદ રાજપરા અંતર્ગત વિવિધ વિભાગના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande