લાઠીના ઈગરોળા ગામે ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
અમરેલી,02 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઈગરોળા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નીચાણવ
લાઠીના ઈગરોળા ગામે ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ


અમરેલી,02 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઈગરોળા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં ખેતીકાર્ય પર પણ અસર પડી છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસતા ખેતરોમાં પાણીનો નિકાલ થઈ શક્યો નથી. જેના કારણે કપાસ, મગફળી, તલ સહિતના પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો પાકને વધુ નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોએ સંબંધિત તંત્રને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ખેતરોમાંથી પાણી ઝડપથી બહાર નીકળી શકે અને પાકને બચાવી શકાય. ભારે વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત્ છે અને ખેડૂતો મેઘરાજા હવે વિરામ લે તેવી આશા રાખી રહ્યા છે. તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લેવા માટે સતર્ક બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande