ખજૂરી ગામે રૂ.90 લાખથી વધુના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક શાળાનું રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ
અમરેલી, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામ ખાતે આશરે ₹90 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલી નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, શિક્ષકો, ગ્રામજ
ખજૂરી ગામે ₹90 લાખથી વધુના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક શાળાનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ


અમરેલી, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામ ખાતે આશરે ₹90 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલી નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ રાષ્ટ્રના વિકાસનો પાયો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ દેશ અને સમાજનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકાય છે. નવીન શાળામાં વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળશે, જે તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે જણાવ્યું કે આ શાળા માત્ર એક ઇમારત નથી, પરંતુ ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત પાયાનું નિર્માણ છે. આધુનિક વર્ગખંડો અને અન્ય જરૂરી સુવિધાઓ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદરૂપ બનશે.

રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે સતત નવા આયામો સ્થાપી રહી છે અને રાજ્યના દરેક બાળક સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

ગુજરાતને વધુ સમૃદ્ધ, સશક્ત અને જ્ઞાનસંપન્ન બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે વિકાસના આવા કાર્યો સતત આગળ વધતા રહેશે તેમ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande