જામનગરમાં લાંચ કેસમાં પકડાયેલ સહકારી મંડળી વિભાગના અધિકારી સહિત બે આરોપી રિમાન્ડ ઉપર
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં નાણાંધીરધારનું લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાંચ માંગવાના ચર્ચિત કેસમાં સ્પેશિયલ કોર્ટે કડક વલણ અપનાવતા બે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલાની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે પોતાનું લાયસન્સ રીન્
ધરપકડ


જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં નાણાંધીરધારનું લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાંચ માંગવાના ચર્ચિત કેસમાં સ્પેશિયલ કોર્ટે કડક વલણ અપનાવતા બે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સમગ્ર મામલાની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે પોતાનું લાયસન્સ રીન્યુ કરાવવા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં નિલેશભાઈ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. કામ પતાવવાના બદલામાં નિલેશભાઈએ સાહેબ અને અન્ય સ્ટાફના 'વહીવટ' માટે રૂ.14,000 ની લાંચ માંગી હતી. ફરાર ઓડિટર એમ.એન.જેઠવાની શોધખોળ 28/07/2026 રોજ નિલેશભાઈએ પ્રસાદી લાવ્યા છો તેમ કહી લાંચની રકમ સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે, આ લાંચની રકમ તેમણે જી-પે મારફતે પણ મેળવી હતી. આ કેસમાં નિલેશ જગદીશચંદ્ર છાપીયા, એમ. એન. જેઠવા (ઓડિટર) અને દિગ્વિજયગીરી ઉર્ફે દીપકભાઈ ગોસાઈ સામે ગુનો દાખલ કરાયો છે.

કોર્ટમાં સરકારી વકીલ રાજેશ કે. વસીયરે દલીલ કરી હતી કે, લાંચના આવા બનાવો સમાજને ઉધઈની જેમ ખોતરે છે. વધુમાં, એક આરોપી એમ. એન. જેઠવા હાલ ફરાર હોવાથી તેની ધરપકડ અને તપાસ માટે રિમાન્ડ જરૂરી હતા. સરકારી વકીલની આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે નિલેશ છાપીયા અને દિગ્વિજયગીરી ગોસાઈના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રીમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. જે અંગેની કેસની વધુ તપાસ પીઆઈ પી. કે. પટેલ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં લાંચ કેસમાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અને વચેટીયાની ધરપકડ કરીને સુરેન્દ્રનગર એસીબી પીઆઈ પી.કે.પટેલને તપાસ સોંપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande