કાલાવડના લક્ષ્મીપુરની સીમમાં વાડીએ કામ કરતા યુવકનું વીજશોકથી મોત
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર (દુધાળા) ગામની સીમ વિસ્તારમાં ખેતીના કામ દરમિયાન વીજશોક લાગતા ખેડૂત યુવાનનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસમાં જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છ
આપઘાત મોત


જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર (દુધાળા) ગામની સીમ વિસ્તારમાં ખેતીના કામ દરમિયાન વીજશોક લાગતા ખેડૂત યુવાનનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસમાં જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ યુવાનના મોતને પગલે ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

કાલાવડના લક્ષ્મીપુર ગામની સીમમાં આવેલી જાકીરભાઈ સાદીકોટની વાડી ખાતે સંજયભાઈ કેશાભાઈ સોજીત્રા (ઉં.વ. 35, રહે. લક્ષ્મીપુર) ખેતીના કામ માટે ગયા હતા.તા. 31 જુલાઈ, 2026ના રોજ બપોરના આશરે 12ઃ30 વાગ્યાના સમયે દરમિયાન વાડીની ઓરડીમાં આવેલી પાણીની મોટરના ઇલેક્ટ્રિક સ્ટાર્ટરમાં વાયરના છેડા જોડતી વખતે તેમને અચાનક વીજશોક લાગ્યો હતો.

વીજશોક એટલો ગંભીર હતો કે સંજયભાઈ બેભાન થઈ ગયા હતા. તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બનાવ અંગે મૃતકના સંબંધી જમનભાઈ પોપટભાઈ સોજીત્રા, રહે. લક્ષ્મીપુર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande