રાણાકંડોરણા ગામે ચાલતા જુગારધામ પર, એલ.સી.બી.ના દરોડા.
પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર એલસીબીએ રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ગામમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીસાત આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 25,790ની રોકડ, ગંજીપત્તાના પાના, પાથરણું અને
રાણાકંડોરણા ગામે ચાલતા જુગારધામ પર એલ.સી.બી.ના દરોડા.


પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર એલસીબીએ રાણાવાવ તાલુકાના રાણા

કંડોરણા ગામમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીસાત આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 25,790ની રોકડ, ગંજીપત્તાના પાના,

પાથરણું અને એક કાર કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણા કંડોરણા ગામના મુખ્ય બજારમાં અંબા માતાના મંદિર પાસે આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન માલીબેન નાથા મેરુભાઈ બાપોદરા (ઉ.વ. 75), રામા ગોવાભાઈ ચાંડપા (ઉ.વ. 68), રહીમ ઉર્ફે બબુહુસેનભાઈ રાઠોડ (ઉ.વ. 46), નવઘણ ભૂરાભાઈ રાણાવાયા (ઉ.વ. 42), નઝમાબેન ઉર્ફે પૂજાબેન સાહિલ ઉર્ફે દીપક રામસ્વારભાઈ અબ્બાસભાઈ મકરાણી (બલોચ), કાજલબેન પ્રતાપ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ. 40) અને ગીતાબેન કારા આલાભાઈ વાઘ (ઉ.વ. 45) જુગાર રમતા ઝડપાયા હતા. જ્યારે હરીશ પોલાભાઈ

ઠકરાણી, રહે. ઈશ્વરિયા ગામ, તા. કુતિયાણા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 25,790ની રોકડ,52 ગંજીપત્તાના પાના, એક પાથરણું તથા હ્યુન્ડાઈ ગ્રાન્ડઆઈ-10 કાર (નં. GJ-38-B-0364) કબજે કરીહતી. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો

નોંધી, વધુ તપાસ હાથધરવામાં આવી છે.કાર્યવાહીમાંએલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર. કે. કાંબરીયા, એએસઆઈ બટુકભાઈ વિંછુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઉદયભાઈ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ

મકવાણા, મુકેશભાઈ માવડિયા, કુલદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, લક્ષ્મણભાઈ ઓડેદરા,

જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, ડબલ્યુએએસઆઈ લાખીબેન મોકરિયા તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ ભારવાડિયાએ મહત્વનીભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande