નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ.
પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.)માય ભારત દ્વારા દેશવ્યાપી''નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કાર્યક્રમ અનુસંધાને પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ
નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ.


નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ.


નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ.


નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ.


નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'નો પ્રારંભ.


પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.)માય ભારત દ્વારા દેશવ્યાપી'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કાર્યક્રમ અનુસંધાને પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ યુવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં યુવાશક્તિ સૌથી મોટી તાકાત છે.

તેમણે કહ્યું કે, અગાઉની પેઢીએ વીજળી વગરનો સમય, રેડિયો અને લેન્ડલાઈન ફોન જેવી મર્યાદિત સુવિધાઓનો યુગ જોયો હતો, જ્યારે આજે મોબાઇલ, કમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ChatGPT જેવા આધુનિક સાધનોને કારણે વિશ્વનું જ્ઞાન દરેક યુવાનની આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે. આ તકનો ઉપયોગ પોતાના વ્યક્તિત્વ અને દેશના વિકાસ માટે કરવો જોઈએ.

તેમણે નશાના વધતા દૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેને નશાનેનવા યુગનો છૂપો દુશ્મન ગણાવ્યો હતો. પંજાબનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે નશો વ્યક્તિના જીવન ઉપરાંત પરિવાર અને સમગ્ર સમાજને પણ વિનાશ તરફ ધકેલી દે છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું કે, જો ભારતને 2047 સુધીમાં વિશ્વના અગ્રણી વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવવું હોય તો દરેક યુવાને નશાથી સંપૂર્ણ દૂર રહેવાનો દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. સાણંદ ખાતે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવાથી ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિદેશમાં કાર્યરત ભારતીય યુવાનો પણ હવે દેશમાં પરત ફરી નવી પેઢીને માર્ગદર્શન આપી રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે.

વધુમાં તેમણે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ હેઠળ ચાલતી 'માય ભારત' પહેલ યુવાનોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે મહત્વપૂર્ણ બની રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને સંકલ્પના બળથી પોતાના સપનાઓ સાકાર કરવા તથા દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનો દ્વારા નશામુક્ત રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમજ યુવાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે મેયર સાગર મોદી,ભાનુપ્રકાશ સ્વામી, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી. સી. તીરથાણી, માય ભારતના ઉપનિર્દેશક નવીન ગુલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હર્ષભાઈ ગોહિલ જિલ્લા યુવા મોરચા મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી ધવલભાઈ ઓડેદરા તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને માય ભારતના વોલન્ટિયરો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande