જામનગરમાં 15 વર્ષની સગીરા સાથે જાતીય સતામણી કરનારને 3 વર્ષ સખત કેદની સજા
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય હારુભાઈ ઓસમાણભાઈ શેખને સગીરા સાથે જાતીય સતામણીના ગુનામાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કેસની હકીકત મુજબ ફરિયાદીની 15
ચુકાદો


જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય હારુભાઈ ઓસમાણભાઈ શેખને સગીરા સાથે જાતીય સતામણીના ગુનામાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

કેસની હકીકત મુજબ ફરિયાદીની 15 વર્ષ 6 માસની સગીર વયની પુત્રી તા.10-03-2024ના રોજ આરોપીના ઘરે પાણી ભરવા ગઈ હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક જાતીય સતામણી કરી હતી. આ અંગે સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ, જામનગરમાં કેસ નં. 14/2024 તરીકે ચાલ્યો હતો.

સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 7 સાક્ષીઓ તથા 35 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર.પી.મોગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ-8 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદ, રૂ.5,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande