પોરબંદર મહાનગરપાલિકાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા મેયર સાગરભાઈ મોદીની નેમ
પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક, જવાબદાર અને નાગરિકલક્ષી બનાવવા માટે મેયર સાગર મોદીના માર્ગદર્શન હેઠળ ''ડિજિટલ મેયર ઓફિસ''ની સંકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ
પોરબંદર મહાનગરપાલિકાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા મેયર સાગરભાઈ મોદીની નેમ.


પોરબંદર મહાનગરપાલિકાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા મેયર સાગરભાઈ મોદીની નેમ.


પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક, જવાબદાર અને નાગરિકલક્ષી બનાવવા માટે મેયર સાગર મોદીના માર્ગદર્શન હેઠળ 'ડિજિટલ મેયર ઓફિસ'ની સંકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાનની ભાવનાને અનુરૂપ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને ટેક્નોલોજી સાથે સાંકળી સંપૂર્ણ ડિજિટલ ગવર્નન્સ તરફ આગળ વધવા માટે અસરકારક આયોજન કરવામાં આવ્યું છે.

સાગરભાઈ મોદીએ પોરબંદર મહાનગરપાલિકામાં મેયર તરીકે ચાર્જ સાંભળ્યાને બે મહિના થયા છે અને બે મહિનામાં જ અનેક નોંધપાત્ર જનહિતના ઝડપી નિર્ણયો લેવામાં આવ્યા છે. મેયરની સ્પષ્ટ માન્યતા છે કે નાગરિકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક ઉકેલ ત્યારે જ શક્ય બને જ્યારે નિર્ણય પ્રક્રિયા ઝડપી, માહિતી વ્યવસ્થિત અને દરેક કામગીરીનો ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ હોય. આ દિશામાં મેયર કચેરી અને પી.એ. ઓફિસને સંપૂર્ણપણે ડિજિટલ અને સુવ્યવસ્થિત કાર્યપદ્ધતિ સાથે કાર્યરત કરવામાં આવી છે. મેયર કચેરીને વિવિધ વિભાગો સાથે ઇન્ટરકોમના માધ્યમથી જોડવા ઉપરાંત અદ્યતન કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. અરજદારોની રજૂઆતોનું ડિજિટલ રજિસ્ટ્રેશન, સંબંધિત વિભાગો સાથે ત્વરિત સંકલન, કામગીરીનું સતત ફોલો-અપ તેમજ દરેક પ્રક્રિયાનો ડિજિટલ રેકોર્ડ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. પરિણામે નિર્ણય પ્રક્રિયામાં ઝડપ, પારદર્શિતા અને જવાબદારીમાં નોંધપાત્ર વધારો થશે.

મેયર દ્વારા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરી પર સીધી નજર રાખવા માટે સીસીટીવી લાઇવ મોનીટરીંગની વ્યવસ્થા સક્રિય કરવામાં આવી છે. સાથે જ પી.એમ.સી.ની ઓનલાઈન એપ્લિકેશનમાં પ્રાપ્ત થતી નાગરિકોની ફરિયાદોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. નાગરિકોને કચેરીના ધક્કા ઓછા પડે અને વધુમાં વધુ સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ બને તે માટે ઓનલાઈન સેવાઓનાવિસ્તાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મિલકત વેરા સહિતના વિવિધ વેરાની ઓનલાઈન ચુકવણી, QR કોડ દ્વારા પેમેન્ટ, ભરતી માટે ઓનલાઈન અરજી તેમજ અન્ય ડિજિટલ સેવાઓને વધુ સુલભ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની સત્તાવાર ઇમેઇલ આઈડીમાં ફેરફાર કરીને નવું ઇમેઇલ આઈડી. (info@pmc.co.in) પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ ટૂંક સમયમાં પોરબંદર મહાનગરપાલિકાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે, જેના થકી નગરજનોને અનેક ફાયદા મળશે. પોરબંદર મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની હાજરી ડીજીટલ ફેશ ઓથેનટીક પદ્ધતિથી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વિકાસલક્ષી, જનહિતની કામગીરીની માહિતી ઝડપથી અને વિશ્વસનીય રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ કમ્યુનિકેશન, ટેક્નિકલ સપોર્ટ અને જનસંપર્ક માટે નિષ્ણાત ટીમ કાર્યરત રાખવામાં આવી છે, જે આધુનિક અને કાર્યક્ષમ વહીવટને વધુ મજબૂત બનાવી રહી છે.

મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકાને આધુનિક, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત સંસ્થા તરીકે વિકસાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં વધુમાં વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી નાગરિકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande