અમરેલીના BAPS સ્વામિનારાયણ મંદિરે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જોડાયા, ‘નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો થયો શુભારંભ
અમરેલી, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ‘નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડ
અમરેલીના BAPS સ્વામિનારાયણ મંદિરે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા જોડાયા, ‘નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો થયો શુભારંભ


અમરેલી, 02 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ‘નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી સાથે મંત્રી પ્રદ્યુમન વાજા સહિત વિવિધ આગેવાનો, સંતો, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશા અને વ્યસનથી દૂર રહી સ્વસ્થ, સંસ્કારી અને જવાબદાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે જ સમાજમાં નશામુક્તિ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા, પરિવાર અને સમાજને વ્યસનમુક્ત બનાવવા તેમજ ‘વિકસિત ભારત–2047’ના સંકલ્પને સાકાર કરવા સૌને સંકલ્પબદ્ધ થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા શક્તિનું વ્યસનમુક્ત અને સશક્ત બનવું અત્યંત જરૂરી છે. યુવાનો જો નશાથી દૂર રહી શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણના માર્ગે આગળ વધશે તો 2047 સુધીમાં નશામુક્ત અને વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નશામુક્ત ભારત માટે સંકલ્પ પણ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande