

પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.)ગ્રામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને વનપર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને, પોરબંદર સર્કીટ હાઉસ ખાતે પંચ સંમેલન તાલીમ યોજાઈ હતી.
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વી.બી. જી રામ જી અન્વયે યોજાયેલ આ પંચ સંમેલન તાલીમમાં યોજના અંગે જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યયઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ, ગ્રામ્ય કક્ષાએ વી.બી. જી રામ જી યોજના અંતર્ગત જીઆરજીસી કાર્ડ કઢાવીને સરકારની યોજનાનો મહતમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ તાલીમમાં, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા,જીલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya