

પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના માર્ગોને સલામત અને સુગમ રાખવાના હેતુથી સતત જાળવણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વડાળા–કેરાળા રોડ પર વેટ મિક્સ પેચ રિપેરિંગ (Wet Mix Patch Repairing)ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન વરસાદના કારણે માર્ગ પર પડેલા ખાડાઓનું વેટ મિક્સ પદ્ધતિથી સમારકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી માર્ગની સપાટી સુધરતાં વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સરળ અવરજવરનો લાભ મળશે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર જરૂરીયાત મુજબ જાળવણી, પેચ રિપેરિંગ તથા સમારકામની કામગીરી નિયમિતપણે કરવામાં આવી રહી છે, જેથી માર્ગોની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત વાહનવ્યવહારની સુવિધા મળી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya