બાબરાના મોટા દેવળીયા ગામે તળાવમાં બાળક ડૂબ્યાની આશંકા, સ્થાનિકો અને તંત્ર દ્વારા શોધખોળ શરૂ
અમરેલી,02 ઓગસ્ટ (હિ.સ.) બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામના સ્થાનિક તળાવમાં એક બાળક ડૂબી જતાં તેની શોધખોળ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક તળાવ પાસે રમવા ગયો હતો, તે દરમિયાન અ
બાબરાના મોટા દેવળીયા ગામે તળાવમાં બાળક ડૂબ્યાની આશંકા, સ્થાનિકો અને તંત્ર દ્વારા શોધખોળ શરૂ


અમરેલી,02 ઓગસ્ટ (હિ.સ.) બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામના સ્થાનિક તળાવમાં એક બાળક ડૂબી જતાં તેની શોધખોળ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક તળાવ પાસે રમવા ગયો હતો, તે દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં તળાવ પાસે એકત્ર થયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં બાબરા પોલીસ તેમજ સંબંધિત તંત્ર પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જરૂરી હોય તો ફાયર બ્રિગેડ અને બચાવ ટીમની પણ મદદ લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

આ ઘટનાને પગલે સમગ્ર મોટા દેવળીયા ગામમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે અને બાળકના પરિવારજનો ભારે વ્યથિત બન્યા છે. હાલમાં બાળકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે. ઘટનાને લઈને વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande