
જામનગર, 02 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર સહિત હાલારભરમાં બે દિવસ સુધી ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં રાહત મળી છે. જોકે, પોરબંદરના અડવાણા પંથકના વધુ એક અગીયાર માસના શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના લોહી સહિતના નમૂનાઓ તબીબો દ્વારા પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલાયા છે.
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓનો આંકડો સાત પર પહોચ્યો હતો. જે તમામના લેબોરેટરી રીપોર્ટ નેગેટી આવ્યા હતા. જોકે, શંકાસ્પદ દર્દીઓ પૈકી પાંચના સારવારમાં મૃત્યુ થયા હતા.
જયારે બે દર્દીઓને ખાસ વોર્ડમાં તબીબો દ્વારા સધન સારવાર અપાઈ રહી છે. જેમાં જામનગર પંથકના નવ માસના બાળકને સોમવારે ડીસ્ચાર્જ અપાયો હતો.જયાર જામનગર પંથકનો હજુ અન્ય એક દર્દી દાખલ હતો.
જે દરમિયાન પોરબંદરના અડવાણા પંથકના અગીયાર માસના બાળકને શંકાસ્પદ લક્ષણો સાથે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેના નમૂના પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલાયા છે.જે એકમાત્ર રીપોર્ટ હજુ બાકી હોવાથી સંભવત કાલે આવશે.હાલ જામનગર અને પોરબંદરના બે દર્દીઓ સારવાર હેઠળ રહયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. હાલારમાં સપ્તાહના પ્રારંભથી શંકાસ્પદ કેસો મામલે ખાસ્સી રાહત જોવા મળી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt