પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સુભાષનગર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયું
પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ જાવર રોડ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરી કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં સફાઈની તાતી જરૂરિયાત ઊભી
પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સુભાષનગર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજયું.


પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સુભાષનગર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજયું.


પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા સુભાષનગર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજયું.


પોરબંદર, 02 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ જાવર રોડ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરી કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં સફાઈની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.

હાલમાં માછીમારીની સીઝન બંધ હોવાથી બોટ રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે બોટમાંથી નીકળતો કાટમાળ, થર્મોકોલ, પ્લાસ્ટિક સહિતનો ઘન કચરો એકત્ર થઈ કચરાના ઢગલા સર્જાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ દ્વારા જે.સી.બી. મશીન, ટ્રેક્ટર અને અન્ય જરૂરી સાધનોની મદદથી વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કુલ 8 ટ્રેક્ટર જેટલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકો તેમજ બોટ રીપેરીંગ સાથે સંકળાયેલા લોકોને અપીલ કરવામાં આવી કે બોટમાંથી નીકળતો કાટમાળ, થર્મોકોલ, પ્લાસ્ટિક તથા અન્ય ઘન કચરો ખુલ્લામાં ન ફેંકે તેમજ નિયત સ્થળે જ નિકાલ કરી શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનાવવામાં દરેક નાગરિકનો સહયોગ અત્યંત જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande