
ગૌહાટી, નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). અસમના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગઈ રાત્રે મુલાકાત કરીને રાજ્યમાં પૂર પછી સર્જાયેલી સ્થિતિ અને ચાલી રહેલા રાહત કાર્યો વિશે માહિતી આપી.
મુખ્યમંત્રી ડૉ. સરમાએ સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે, નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને અસમમાં પૂરની સ્થિતિ અને પુનર્વસન પ્રક્રિયાની તાજેતરની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી, તેમજ અસમ સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
તેમણે કહ્યું કે, અસમમાં પૂરના સમગ્ર સમયગાળા દરમિયાન તેમણે અમારી સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો અને પરિસ્થિતિનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું, તેમજ આવનારા સમયમાં જનતાને સામાન્ય જીવન તરફ પાછા લાવવા માટે ભારત સરકારનો પર્યાપ્ત સહયોગ સુનિશ્ચિત કર્યો.
તેમની સાથે થયેલી દરેક બેઠકની જેમ આ વાતચીતમાં પણ તેમણે તમામ નાના-નાના મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું અને ખાસ કરીને સુરક્ષિત, સ્થિર અસમ પ્રત્યેની તેમની અતૂટ જવાબદારીઓએ અમને પ્રેરિત કર્યા. તેમના મૂલ્યવાન માર્ગદર્શન અને હંમેશા મળતા મજબૂત સમર્થન બદલ હાર્દિક આભાર.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ