ગિનીમાં લેન્ડફિલ દુર્ઘટના: મૃતકોની સંખ્યા વધીને 30 થઈ, 22 ઘાયલ
કોનાક્રી, નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે વરસાદ પછી એક કચરાના ડમ્પિંગ સાઇટનો વિશાળ ઢગલો ધસી પડ્યો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા, જ્યારે 6 લોકો ગંભીર અને 16 અન્ય સામાન્ય રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના રવિવારે
દુર્ઘટના બચાવ કાર્ય


કોનાક્રી, નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે વરસાદ પછી એક કચરાના ડમ્પિંગ સાઇટનો વિશાળ ઢગલો ધસી પડ્યો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા, જ્યારે 6 લોકો ગંભીર અને 16 અન્ય સામાન્ય રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના રવિવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યે ગ્બેસિયા વિસ્તારમાં થઈ.

બ્રિટિશ દૈનિક સમાચાર પત્ર 'ધ ગાર્ડિયન' તથા ચીનની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ સરકારના હવાલાથી જણાવ્યું કે, રાતભર થયેલા ભારે વરસાદને કારણે લેન્ડફિલમાં જમા થયેલા કચરાનો મોટો ભાગ અચાનક ધસી પડ્યો અને નજીકમાં બનેલા તંબુઓ, ઝૂંપડપટ્ટીઓ તથા નબળા મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા. બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોની શોધ માટે એક્સકેવેટર અને અન્ય ભારે મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે.

આ દુર્ઘટનામાં પોતાના 5 બાળકોને ગુમાવનાર સિરે ડિયાલોએ પત્રકારોને કહ્યું, “મેં મારા બધા બાળકોને ગુમાવી દીધા છે. હવે હું ફક્ત ભગવાન પર ભરોસો કરી શકું છું.”

આ દુર્ઘટના સરકારે લેન્ડફિલને બંધ કરવાની યોજનાની ઘોષણા કર્યાના થોડા જ દિવસો પછી થઈ છે. પ્રાદેશિક વહીવટી મંત્રી જેનાબુ ટૌરે કમારાએ ગુરુવારે કહ્યું હતું કે, સાઇટ અસુરક્ષિત બની ગઈ છે અને અહીં આવતા કચરાને કોનાક્રીની બહાર કોઈ બીજી જગ્યાએ લઈ જવામાં આવશે.

વરસાદની મોસમમાં પશ્ચિમ આફ્રિકાના ગીચ વસ્તીવાળા શહેરોમાં ભૂસ્ખલન અને અચાનક આવતા પૂરનો ખતરો વધી જાય છે. ખરાબ માળખાકીય સુવિધાઓ અને અનિયોજિત વસાહતોને કારણે આવી દુર્ઘટનાઓમાં જાનમાલનું નુકસાન વધુ વધી જાય છે.

ગિનીના વડાપ્રધાન અમાદૌ ઓરી બાહે રવિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેમણે નુકસાનનો તાગ મેળવવા સાથે રાહત અને બચાવ કાર્યોની દેખરેખ રાખી. વડાપ્રધાને લોકોને શાંત રહેવા, એકતા જાળવી રાખવા અને બચાવ સેવાઓ તથા સંબંધિત અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવા અપીલ કરી.

બચાવકર્મીઓ કાટમાળ હટાવવા માટે ખોદકામ કરનાર મશીનો અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે, કાટમાળ એટલો બધો હતો કે તેમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની સાથે-સાથે નબળા ઘરો પણ દબાઈ શકે તેમ હતા.

ઘટનાસ્થળે હાજર એક મહિલાએ જણાવ્યું કે તેમના 5 બાળકો માર્યા ગયા. તેમણે કહ્યું, મેં મારા બધા બાળકોને ગુમાવી દીધા છે. હવે હું ફક્ત ભગવાન પર ભરોસો કરી શકું છું.

નોંધનીય છે કે, એપ્રિલમાં વિશ્વ બેંક દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, લગભગ 1.51 કરોડની વસ્તીમાંથી લગભગ 37 લાખ લોકો દરરોજ 4.20 ડોલર (401.70 રૂપિયા) થી ઓછી આવક પર જીવન ગુજારે છે.

ગિનીમાં દુનિયાનો સૌથી મોટો બોક્સાઇટ ભંડાર અને સિમાંડુમાં સૌથી સમૃદ્ધ અપ્રયુક્ત લોહ અયસ્ક ભંડાર છે, જ્યાં નવેમ્બરમાં એક મોટો ખનન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પશ્ચિમ આફ્રિકી દેશમાં માળખાકીય સુવિધાઓ ખરાબ છે અને ગરીબી મોટા પાયે છે.

ગુરુવારે ગિનીના પ્રાદેશિક વહીવટી મંત્રી જેનાબુ ટૌરે કમારાએ ઘોષણા કરી હતી કે, સરકાર લેન્ડફિલને બંધ કરી રહી છે કારણ કે તે અસુરક્ષિત છે અને કચરાને કોનાક્રીની બહાર બીજી જગ્યાએ લઈ જવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી.

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande