શ્રાવણ તહેવારોમાં, ભાવનગર એસ.ટી. દ્વારા 26થી 28 ઓગસ્ટ સુધી વધારાની બસો દોડાવાશે
ભાવનગર, 26 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અને વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા 26થી 28 ઓગસ્ટ દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરોને તહેવારો દરમિય
બસ ફાઈલ ફોટો


ભાવનગર, 26 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અને વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા 26થી 28 ઓગસ્ટ દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરોને તહેવારો દરમિયાન અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે વિવિધ રૂટ પર વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

27 ઓગસ્ટે ભાવનગરથી અમદાવાદ વાયા ધોલેરા બસ સવારે 11:30 કલાકે અને અમદાવાદથી ભાવનગર વાયા ધોલેરા બપોરે 3:30 કલાકે ઉપડશે. ભાવનગરથી વડોદરા વાયા ધોલેરા બસ સવારે 11 વાગ્યે અને વડોદરાથી ભાવનગર બપોરે 3:45 કલાકે ઉપડશે.

26 અને 27 ઓગસ્ટે તળાજાથી દાહોદ વાયા ભાવનગર, ધોલેરા અને વડોદરા બસ સાંજે 7 વાગ્યે દોડશે. જ્યારે 27 અને 28 ઓગસ્ટે દાહોદથી તળાજા માટે સાંજે 5:45 કલાકે બસ ઉપડશે.

મહુવાથી દાહોદ વાયા તળાજા, ભાવનગર, ધોલેરા અને વડોદરા બસ 26 અને 27 ઓગસ્ટે સાંજે 8 વાગ્યે દોડશે. દાહોદથી મહુવા માટે 27 અને 28 ઓગસ્ટે સાંજે 5:30 કલાકે બસનું સંચાલન થશે.

આ ઉપરાંત મુસાફરોનો વધુ ધસારો જોવા મળશે તે રૂટ પર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવામાં આવશે. ભાવનગર એસ.ટી. વિભાગે મુસાફરોને આ વધારાની બસ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande