
ભાવનગર,26 ઓગસ્ટ (હિ.સ.)લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા આયોજિત તથા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સિહોર લાયન્સ હોલ ખાતે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ ૫૫ દર્દીનારાયણની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જરૂરી સારવાર માટે ૩૫ દર્દીઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.
કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને આંખોની યોગ્ય તપાસ તથા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પમાં આંખોની તપાસ બાદ તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે રાજકોટ ખાતે આગળની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સેવા કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ સિહોરના પ્રમુખ લાયન પ્રણવભાઈ મહેતા, એમ.જે.એફ. લાયન ડો. શ્રીકાંતભાઈ દેસાઈ, પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો. શરદભાઈ પાઠક, ટ્રેઝરર લાયન ડો. કલ્પેશભાઈ ગૌસ્વામી, લાયન જોગેશભાઈ પવાર, પૂર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વીસાની તથા પૂર્વ પ્રમુખ લાયન ડો. પ્રશાંતભાઈ આસ્તિક ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન દર્દીઓ તથા તેમની સાથે આવેલા પરિવારજનો માટે ચા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ચા-પાણીના દાતા તરીકે પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો. શરદભાઈ પાઠકે સેવા આપી હતી.
લાયન્સ ક્લબ તથા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી યોજાયેલા આ નેત્રયજ્ઞને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને આંખોની તપાસ અને આગળની સારવાર માટે સહાય મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA