મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 800ને પાર
ભાવનગર,26 ઓગસ્ટ (હિ.સ.)મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતોને લાલ ડુંગળીના પ્રતિ મણ રૂ. 700થી 800 અને કેટલીક ગુણવત્તાની ડુંગળીના રૂ. 850થી વધુ ભાવ મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં દરરોજ અંદાજે 1
યાર્ડ ફાઈલ ફોટો


ભાવનગર,26 ઓગસ્ટ (હિ.સ.)મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતોને લાલ ડુંગળીના પ્રતિ મણ રૂ. 700થી 800 અને કેટલીક ગુણવત્તાની ડુંગળીના રૂ. 850થી વધુ ભાવ મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં દરરોજ અંદાજે 1700થી 2000 કટ્ટા લાલ ડુંગળીની આવક નોંધાઈ રહી છે.

વેપારી વેલજીભાઈના જણાવ્યા મુજબ, હાલ હરાજીમાં ખેડૂતોને રૂ. 300થી લઈને રૂ. 850થી વધુ પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે. જોકે, ખેડૂતો હજુ વધુ ભાવની આશા રાખી રહ્યા છે. ખેડૂતો ડુંગળીના પાકને ત્રણથી ચાર મહિના સુધી મેડામાં સંગ્રહ કરીને રાખે છે. આ સમયગાળા દરમિયાન સંગ્રહ અને જાળવણીનો ખર્ચ તેમજ ડુંગળી બગડવાનું જોખમ રહે છે. સંગ્રહ દરમિયાન અંદાજે 40 ટકા સુધી ડુંગળી ખરાબ થતી હોવાનું પણ જણાવાયું છે.

ખેડૂત ભરતભાઈ બારૈયાએ જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી ડુંગળીના પાકમાં ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે. હાલ રૂ. 1000થી વધુ પ્રતિ મણ ભાવ મળે તો જ ઉત્પાદન અને સંગ્રહ ખર્ચની સરખામણીએ યોગ્ય વળતર મળી શકે તેમ છે.

યાર્ડના સેક્રેટરી વિશાલભાઈએ જણાવ્યું કે, હાલ ખેડૂતોને પ્રતિ કિલો રૂ. 35થી 40 સુધીના ભાવ મળી રહ્યા છે. ચારથી પાંચ મહિના અગાઉ ડુંગળીનો સ્ટોક કરવામાં આવ્યો ત્યારે રૂ. 17થી 20 પ્રતિ કિલો ભાવ હતો. સંગ્રહ દરમિયાન વજનમાં પણ ઘટાડો થાય છે. આ વર્ષે ડુંગળીનું વાવેતર ઓછું થયું હોવાથી દિવાળી બાદ આવનારી ડુંગળીમાં પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande