જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી ના અધ્યક્ષતામાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ અરજીના નિવારણ માટે નાગરીકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા. આ જિલ્લા
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ


જુનાગઢ 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી ના અધ્યક્ષતામાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ અરજીના નિવારણ માટે નાગરીકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રોપર્ટી કાર્ડ જારી કરવા, બિન અધિકૃત દબાણનો નિકાલ કરવા, જાહેર રસ્તો ખૂલ્લો કરવો, વીજ કનેક્શન આપવા, પ્લોટ ફાળવવા, વરસાદિ પાણીના નિકાલ કરવા, બાગાયતી યોજનાને લગત સહાય બાબત, જેવા પ્રશ્નોનોના નિવારણ લાવવા નાગરિક પ્રથમ અભિગમ દાખવી જિલ્લા કલેકટર દ્વારા સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા વિગતવાર સમીક્ષા કરી અરજીઓનો ત્વરિત નિકાલ લાવવા જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અધિક કલેક્ટર બી. એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એ.જાડેજા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande