પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પાંડેએ ભાવનગર મંડળમાં રેલવે હોસ્પિટલ, વર્કશોપ, મંડળ કચેરી તથા ભાવનગર ટર્મિનસ સ્ટેશનનું વિસ્તૃત સંરક્ષા અને યાત્રી સુવિધા નિરીક્ષણ કર્યું
ભાવનગર 27 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ પોતાના ભાવનગર મંડળના પ્રવાસ દરમિયાન 26 ઓગસ્ટ, 2026ના રોજ ભાવનગર મંડળના વિવિધ મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો તથા સ્ટેશનોનું વિસ્તૃત સંરક્ષા અને યાત્રી સુવિધા નિરીક્ષણ કર્યું. આ પ્રસં
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક  પાંડેએ


ભાવનગર 27 ઓગસ્ટ (હિ.સ.)

ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ પોતાના ભાવનગર મંડળના પ્રવાસ દરમિયાન 26 ઓગસ્ટ, 2026ના રોજ ભાવનગર મંડળના વિવિધ મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો તથા સ્ટેશનોનું વિસ્તૃત સંરક્ષા અને યાત્રી સુવિધા નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે. નિરીક્ષણ પ્રવાસ દરમિયાન મહાપ્રબંધકે સૌપ્રથમ ભાવનગર પરા સ્થિત મંડળ રેલવે હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે હોસ્પિટલમાં હાથ ધરાયેલા પુનર્વિકાસ કાર્યો તથા ઉપલબ્ધ તબીબી સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે રેલવે કર્મચારીઓ માટે આરોગ્ય સુવિધાઓના વિસ્તરણના હેતુથી વિવિધ નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રિસેપ્શન, હોમિયોપેથી ઓપીડી તથા શિશુ વોર્ડ (Paediatric Ward)નું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત હોસ્પિટલમાં આધુનિક ફાયર ફાઇટિંગ સિસ્ટમને પણ વિધિવત કમિશન કરવામાં આવી. આ સુવિધાઓ શરૂ થવાથી રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાજનક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.

ત્યારબાદ મહાપ્રબંધકે મેડિકલ કોલોનીમાં નવનિર્મિત બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. મહાપ્રબંધકે ઉદ્ઘાટન માટે બાંધવામાં આવેલી રિબન ત્યાં ઉપસ્થિત બાળકો પાસે કપાવીને બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરાવ્યું. આ પ્રસંગે તેમણે મેડિકલ કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી અને રેલવે ક્વાર્ટર્સમાં રેલવે તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી મેળવી. તેમણે મેડિકલ કોલોની પરિસરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસનો સંદેશ આપ્યો.

ત્યારબાદ મહાપ્રબંધકે ભાવનગર મંડળ કચેરીનું નિરીક્ષણ કર્યું તથા મંડળના તમામ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન તેમણે મંડળની વર્તમાન કાર્યપ્રણાલી, ભવિષ્યની યોજનાઓ તથા વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા મહત્વપૂર્ણ કાર્યોની સમીક્ષા કરી અને જરૂરી સુધારાઓ અંગે દિશા-નિર્દેશ આપ્યા. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મહાપ્રબંધકને ભાવનગર મંડળમાં ચાલી રહેલી વિવિધ પરિયોજનાઓ તથા અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકાસ કરવામાં આવી રહેલા સ્ટેશનોની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી. આ દરમિયાન તમામ શાખાધિકારીઓએ પોતાના-પોતાના વિભાગોમાં હાથ ધરવામાં આવેલા સુધારાત્મક તથા મહત્વપૂર્ણ કાર્યોની માહિતી રજૂ કરી.

આ પછી મહાપ્રબંધકે ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું નિરીક્ષણ કર્યું. તેમણે વર્કશોપમાં વ્હીલ શોપ, એલએચબી ઇલેક્ટ્રિકલ શોપ, રિહેબ શોપ, ન્યૂ ફાઇનલ શોપ વગેરેનું સંરક્ષાની દૃષ્ટિએ વિસ્તૃત અને બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે વર્કશોપના અધિકારીઓ સાથે બેઠક યોજી અને ત્યાં કરવામાં આવી રહેલા વિવિધ કાર્યો તથા ઉત્તમ કાર્યપ્રણાલી અંગે વિસ્તૃત માહિતી મેળવી. તેમજ વર્કશોપની કાર્યક્ષમતા અને કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા, મુખ્ય કારખાના પ્રબંધક રાકેશ કુમાર ખરાડી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

મહાપ્રબંધકે ત્યારબાદ ભાવનગર ટર્મિનસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન યાર્ડ રિમોડલિંગ, નવનિર્માણાધીન પિટ લાઇન, સ્ટેશન પુનર્વિકાસ વગેરે કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી. તેમણે તમામ કાર્યો નિર્ધારિત ધોરણો અનુસાર વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી. તેમણે સ્ટેશન પર મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ યાત્રી સુવિધાઓનું પણ વિસ્તૃત નિરીક્ષણ કર્યું તથા મુસાફરોની સુવિધા અને વધુ સારી સેવા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સુવિધાઓમાં વધુ વધારો કરવા સૂચના આપી.

આ પ્રસંગે મહાપ્રબંધકે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મુસાફરોને ઉત્તમ, સુરક્ષિત અને વિશ્વસનીય રેલ સેવાઓ પ્રદાન કરવા માટે સૂચના આપી.

પશ્ચિમ રેલવે મુસાફરોને સુરક્ષિત, આધુનિક, સ્વચ્છ, સુગમ અને વિશ્વસ્તરીય રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત માલ પરિવહન સેવાઓને વધુ કાર્યક્ષમ, વિશ્વસનીય અને ગ્રાહકકેન્દ્રિત બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. મહાપ્રબંધકનો આ એક દિવસીય નિરીક્ષણ પ્રવાસ ભાવનગર મંડળમાં સંરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, સ્ટેશન સુવિધાઓના ઉન્નતીકરણ તથા યાત્રી સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande