
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.)
સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુ કુહાડાનું માઢવાડ ખારવા સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો
વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે એક વિશેષ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખશ તરીકે સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું માઢવાડ સમાજના અગ્રણીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માઢવાડ સમસ્ત ખારવા સમાજના નવનિયુક્ત પટેલ જીવાભાઈ આંજણી, માઢવાડ બોટ એસોસિયેશનના પ્રમુખશ્રી દિનેશભાઈ લોઢારી, માઢવાડ ખારવા સમાજના પૂર્વ પટેલ લાલજીભાઈ ગોહેલ, દેવજીભાઈ આંજણી તેમજ મંત્રીશ્રી પ્રવીણભાઈ સહિત પંચ-પટેલ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ જીતુ કુહાડાને પુષ્પગુચ્છ તથા હારતોરા અર્પણ કરી ઉત્સાહભેર સન્માનિત કર્યા હતા અને તેમની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ