નેપાળમાં અચાનક આવેલા પૂરથી, અસરગ્રસ્ત નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર
-ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત સંબંધિત નાગરીકોએ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭નો સંપર્ક કરવો* ગીર સોમનાથ, 27 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદના કારણે રસુવા જિલ્લા સહિતન
નેપાળમાં અચાનક આવેલા પૂરથી, અસરગ્રસ્ત નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર


-ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત સંબંધિત નાગરીકોએ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭નો સંપર્ક કરવો*

ગીર સોમનાથ, 27 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદના કારણે રસુવા જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાં અચાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

આ પરિસ્થિતિને પગલે નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા અન્ય કારણોસર રોકાયેલા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો અસરગ્રસ્ત થયા હોય તો તેમની સલામતી અને જરૂરી સહાય માટે તાત્કાલિક ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલરૂમ નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭નો ઉપયોગ કરી સંપર્ક સાધવો.

ગીર સોમનાથ જિલ્લાના કોઈ નાગરિક નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા હોવાની માહિતી મળે તો તેમના પરિવારજનો,સગાં-સંબંધીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરો દ્વારા પણ તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવી.

વધુમાં નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવા માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ ભારતીય નાગરિકો +977 985 131 6807 અથવા +977 970 910 7500 નંબર પર સંપર્ક કરી શકે છે.

જાહેર કરવામાં આવેલા બંને ઇમરજન્સી નંબરો પર WhatsApp મારફતે પણ સંપર્ક કરી શકાય છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande