
ગીર સોમનાથ, 27 ઓગસ્ટ (હિ.સ.) તાલાલા ગીર : તાલાલા નગરમાં વિવિધ માનવ સેવાકીય કાર્યોથી ધમધમતા હિરણ નદીના કાંઠે આવેલ શ્રીબાઈ ધામના પાવન પરિસરમાં દર મહિનાની પરંપરા મુજબ દાતા મેઘજીભાઈ વેલજીભાઈ છાંયા પરિવાર મલેન્ડી (આફ્રિકા) નાં સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેનો ૫૫ લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો.
આ સેવા યજ્ઞમાં શિવાનંદ મિશન-વીરનગર નાં તજજ્ઞ તબીબોએ| દર્દીઓનું નિદાન કરી જરૂરી સારવાર
આપી હતી.દશ લાભાર્થી દર્દીઓને ઓપરેશન ની જરૂર હોય વિનામૂલ્યે |ઓપરેશન માટે વિરનગર લઈ જવામાં આવ્યા હતા.આ ઉપરાંત સરકારી હોસ્પિટલ નાં એન.સી.ડી.સેલ તથા વી.કે.ભીમાણી નર્સિંગ કોલેજ ની તાલીમાર્થી બહેનોએ | લાભાર્થીઓને ડાયાબિટીસ અને બ્લડ |પ્રેશર ની તપાસણી કરી ઉપયોગી | માર્ગદર્શન આપ્યું હતું.
લાભાર્થીઓને કોઈ મુશ્કેલી પડે નહીં માટે શ્રીબાઈ ધામના મંત્રી સંજયભાઈ દેવળીયા એ, સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ