
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.)
ગીર સોમનાથ તાલાલા ગીર-રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનોનું પથ સંચલને નગરમાં પરિભ્રમણ કર્યું. -દંડ,યોગચાપ સમતા,નિયુધ્ધ, સુર્ય નમસ્કાર જેવા કાર્યક્રમો યોજાયા.
ગીરના - પાટનગર તાલાલા શહેરમાં રાષ્ટ્રીય |સ્વયંસેવક સંઘની મહિલા પાંખ રાષ્ટ્રીય | સેવિકા સમિતિએ વાર્ષિક ઉત્સવની |ઉજવણી કરી..આ પ્રસંગે સમિતીની - બહેનો દ્વારા પથ સંચલન યોજાયું હતું.
તાલાલામાં રાષ્ટ્રીય સેવા સમિતિની શાખા કાર્યરત છે. શાખાની સ્થાપના દિવસ પ્રસંગે સમિતિ દ્વારા શાખા વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો.આ પ્રસંગે સેવિકા બહેનો દ્વારા શારિરીક અને માનસિક સક્ષમ બને જેના પ્રાત્યકક્ષિક યોજાયાં હતાં જેમાં દંડ,યોગચાપ સમતા,નિયુધ્ધ, સુર્ય નમસ્કાર જેવાં કાર્યક્રમ યોજાયા હતા ત્યારબાદ તાલુકા કાર્યવાહક યશવંતીબેન ની રાહબરી હેઠળ પથ સંચલન યોજાયું હતું જેમાં ગૃહિણીઓ, તરૂણીઓ અને બાલિકા વિગેરે ૧૧૦ ગણવેશધારી બહેનો| જોડાયા હતાં.પથ સંચલને તાલાલા હતો. નગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કર્યું હતું.
આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા સરોજબેન રૂપાપરા (રાજકોટ) તથા અતિથિ પ્રફુલભાઈ હરિયાણી (જીલ્લા સંઘ સંચાલક) એ રાષ્ટ્રીય સ્વયં સંઘની મહિલા પાંખની સ્થાપના અને રાષ્ટ્રીય સેવિકા સમિતી એ રાષ્ટ્ર નિર્માણમાં આપેલ યોગદાનની વિસ્તૃત વિગતોથી સમિતીની બહેનો ને અવગત કર્યા હતા. શાખા વાર્ષિક ઉત્સવની વ્યવસ્થા મુખ્ય શિક્ષિકા રસીલાબેન તથા બીનાબહેન ઉનડકટે સંભાળી હતી.આ કાર્યક્રમમાં ભિડીયા, વેરાવળ અને આંકોલવાડી ગીર ગામની બહેનોએ ભાગ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ