ભારતીય જનતા મજદૂર સંઘ - ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ સોનરત તુલસીશ્યામ ખાતે સેવારત
ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ તુલસીશ્યામ / ઉના ભારતીય જનતા મજદૂર સંઘ (BJMS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શાંત પ્રકાશ જાટવ અને રાષ્ટ્રીય મહામંત્રી ચૌધરી ચરણ સિંહ દ્વારા શ્રી સોનરત સંજય ભીખાભાઈ (ઉના) ની ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્ય
ભારતીય જનતા મજદૂર સંઘ - ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ સોનરત તુલસીશ્યામ ખાતે સેવારત


ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ તુલસીશ્યામ / ઉના ભારતીય જનતા મજદૂર સંઘ (BJMS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શાંત પ્રકાશ જાટવ અને રાષ્ટ્રીય મહામંત્રી ચૌધરી ચરણ સિંહ દ્વારા શ્રી સોનરત સંજય ભીખાભાઈ (ઉના) ની ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નિમણૂક બાદ સંજયભાઈ સોનરત હાલ તુલસીશ્યામ ધામ ખાતે સેવા આપી રહ્યા છે. તુલસીશ્યામ ખાતે આવતા યાત્રાળુઓ, મહેમાનોનું સ્વાગત, તથા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં તેઓ સક્રિય રીતે સેવા આપી રહ્યા છે અને આગામી સમયમાં પણ તેઓ તુલસીશ્યામ ખાતે જ રહીને સેવા આપશે.

તેમણે જણાવ્યું હતું કે, તુલસીશ્યામના સર્વાંગી વિકાસના કાર્યો હોય કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી મજુર એકતા યોજનાઓના વિકાસ કામો હોય, તેમાં તેઓ પ્રથમ અગ્રતા આપીને કામ કરશે. બક્ષીપંચ સમાજના મજૂરો, શ્રમિકોના હક્ક અને અધિકાર માટે તેમજ સંગઠનને ગામડે-ગામડે અને તાલુકા-જિલ્લા સ્તર સુધી મજબૂત બનાવવા માટે તેઓ કટિબદ્ધ છે.

તેમની નિમણૂકથી ઉના તાલુકા સહિત સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના કાર્યકરોમાં અને બક્ષીપંચ સમાજમાં ખુશીની લહેર જોવા મળી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande