
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જન્માષ્ટમીનો
તહેવાર નજીક આવતા જુગારીઓની મોસમ ખીલી છે ત્યારે પોરબંદર પોલીસ દ્વારા પોરબંદર જિલ્લાના વનાણા ગામની સીમમાં
જાહેર જગ્યાએ તીનપત્તીનો જુગાર રમતા છ
શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો
મુજબ વનાણા ગામની બેટીયુ સીમ વિસ્તારમાં
જાહેર જગ્યાએ છ શખ્સો ગંજીપત્તાના પાના વડે પૈસાની
હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા.
એલસીબીએ સ્થળપર દરોડો પાડી વનાણા ગામના મોહન
રાજાભાઈ ઓડેદરા, મનજી નારણભાઈ ઓડેદરા, ગોવિંદજીવાભાઈ
મુશાર, પૂંજા બીજલભાઈ કોડીયાતર, દેવરાજ ડાયાભાઈ કોડીયાતર,અને ગોપાલ શામજીભાઈ મોકરીયાને ઝડપી લીધા હતા.સ્થળ પરથી
ગંજીપત્તાના 52 પાના તેમજ રોકડા રૂ.41,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે ઉદ્યોગનગર પોલીસ
સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya