બાવલુના ડરણમાં જુગાર રમતા 12 ઝડપાયા, ₹1.53 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.) કડી તાલુકાના ડરણ ગામે ખુલ્લામાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 12 શખ્સોને બાવલુ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની રેડ દરમિયાન આરોપીઓ પાસેથી અંગજડતીના ₹1,27,500, દાવ પરની ₹25,900 રોકડ અને ગંજીપાનાં 52 નંગ મળી કુલ ₹1,53
બાવલુના ડરણમાં જુગાર રમતા 12 ઝડપાયા, ₹1.53 લાખનો મુદ્દામાલ જપ્ત


મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)

કડી તાલુકાના ડરણ ગામે ખુલ્લામાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 12 શખ્સોને બાવલુ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની રેડ દરમિયાન આરોપીઓ પાસેથી અંગજડતીના ₹1,27,500, દાવ પરની ₹25,900 રોકડ અને ગંજીપાનાં 52 નંગ મળી કુલ ₹1,53,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ બાવલુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ડરણ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, રામજી મંદિરવાસમાં બ્રહ્માણી માતાજીના મંદિર આગળ કેટલાક લોકો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે વિષ્ણુજી ભીખાજી ઠાકોર સહિત કુલ 12 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ડરણ, કરણનગર, કડી અને અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ મામલે બાવલુ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ 11206005260384/2026 હેઠળ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજુજી પુનાજી સહિતના પોલીસ કર્મચારીઓની ટીમે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande